ચંદ્રયાન-૩ મિશનના લેન્ડરમાં રહેલા અત્યાધુનિક કેમેરા દ્વારા ચંદ્રની નજીકની તસવીરો અને વીડિયો લીધા બાદ ઈસરો દ્વારા શેર કરવામાં આવી છે.
ભારતનો ગર્વ ગણાતું ચંદ્રયાન-૩ મિશન હવે ચંદ્રની માત્ર ૩૦ કિમી જ દૂર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ૨૩ ઓગસ્ટે ભારતીય સમય મુજબ સાંજે ૦૫:૦૦ થી ૦૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન સોફ્ટ લેન્ડીંગ થાય તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે ISRO દ્વારા અદભુત વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં લેન્ડરમાં રહેલા અત્યાધુનિક કેમેરા દ્વારા ચંદ્રની તસવીરો અને વીડિયો લીધા બાદ ઈસરો દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ફોટો અને વીડિયો લીધા શેર કરવામાં આવ્યા છે.
ચંદ્રયાન-૩ એ શુક્રવારે એક મોટી સફળતા મેળવી છે. લેંડર મોડ્યૂલ, પ્રોપલ્શન મોડ્યૂલથી બપોરે ૦૧:૧૫ મિનિટ પર સફળતાપૂર્વક અલગ થઈ ગયું છે. આ બાદ હવે લેંડર એકલો ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. લેંડર હાલમાં 113 x૧૫૭ કિ.મી ચંદ્રની કક્ષામાં પ્રદક્ષિણા કરી રહ્યું છે. ઈસરોએ કહ્યું છે કે શુક્રવારે સાંજે ૦૪:૦૦ વાગ્યે લેંડરને ડિબૂસ્ટ કરવામાં આવશે. એટલે કે લેંડર વિક્રમની સ્પીડ ઓછી કરવામાં આવશે. ડિબૂસ્ટ કરવા પાછળનું કારણ વિક્રમને ચંદ્રની કક્ષાના નજીકનાં બિંદુ ૩૦ કિમી અને ચંદ્રનાં સૌથી દૂરનાં બિંદુ ૧૦૦ કિમીના ડિસ્ટન્સ પર લાવવાનું છે. આ પ્રક્રિયા બાદ તેની સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે.
લેંડર વિક્રમની ચંદ્ર પર લેન્ડિંગ તેમા લાગેલા ૪ થ્રસ્ટરનાં માધ્યમથી થશે. તેમાં એક થ્રસ્ટરનો પાવર ૪૦૦ ન્યૂટન છે. ૨ – ૨ થ્રસ્ટર ૨ ચરણોમાં કામ કરશે. ચંદ્રયાન-૩ નો ઉદેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત સોફ્ટ લેંડિંગ કરવાનો, ચંદ્ર પર રોવર પહોંચાડવાનો અને વૈજ્ઞાનિકોનો પ્રયોગ કરવાનો છે.લેંડર વિક્રમથી અલગ થયેલ પ્રોપલ્શન મોડ્યૂલ અનેક મહિનાઓ સુધી પોતાની યાત્રા ચાલુ રાખશે. એટલે કે ચંદ્રની પરિક્રમા ચાલુ રાખશે. પ્રોપલ્શન મોડ્યૂલ પર શેપ પેલોડ પણ લાગેલો છે. એ ચંદ્રની કક્ષા પરથી જ જીવન માટે જરૂરી પરિસ્થિતિઓની તપાસ કરશે. તે ધરતીનાં વાયુમંડળની સ્પેક્ટ્રોસ્કોપિક તપાસ કરશે. સાથે જ અન્ય ગ્રહો પર પણ જીવનની સંભાવનાઓ વિશે શોધખોળ કરશે.