સરકારે સિમ કાર્ડ વેચવા અને ખરીદવાના નિયમો અંગે મોટો નિર્ણય લીધો છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, જથ્થાબંધ સિમ કાર્ડ વેચવા માટે સિમ ડિલરો માટે પોલીસ વેરિફિકેશન ફરજીયાત કરાયું છે. સરકારના આ નિર્ણયથી ફ્રોડ સિમ કાર્ડના વેચાણ અને એક જ નામ અથવા આઈડી પર ઘણા સીમ કાર્ડના વેચાણ પણ રોક લાગી જશે. નવા નિયમના કારણે સ્પેમિંગમાં પણ ઘટાડો થઈ શકે છે.
સરકારે આગામી પહેલી ઓકટોબરથી સાઈબર, ક્રાઇમ, છેતરપીંડી તેમજ બનાવટી ફોન કોલ્સ રોકવા માટે, મોબાઈલ સીમકાર્ડ વેચતા ૧૦ લાખથી વધુ ડિલરો માટે વેરિફિકેશન ફરજીયાત કર્યું. અને જથ્થાબંધ નવા સીમકાર્ડને આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ અંગે માહિતી આપતા સંચારમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, અત્યારસુધીમાં ૫૨ લાખથી વધુ કનેકશન રદ કરાયા છે. ૮ લાખથી વધુ બેન્ક ખાતાના વોલેટ બંધ કરાયા છે. ૧૦ લાખ ડિલર્સમાંથી ૬૭,૦૦૦ ને બ્લેક લિસ્ટ કરાયા છે.
નવા સિમ કાર્ડ અંગે સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૫૨ લાખ મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવ્યા છે, જ્યારે ૬૭,૦૦૦ ડીલરોને બ્લેક લિસ્ટમાં નખાયા છે. સિમ કાર્ડ ડીલરો વિરુદ્ધ મે – ૨૦૨૩ થી અત્યાર સુધીમાં ૩૦૦ એફઆઈઆર કરાઈ છે. નકલી સિમ કાર્ડ ગેંગમાં સામેલ લગભગ ૬૬,૦૦૦ વોટ્સએપ એકાઉન્ટ પણ બ્લોક કરાયા છે.