પીએમ મોદીની પોસ્ટ થઈ વાયરલ

પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં રિપોર્ટનાં ડેટા શેર કરતાં દાવો કર્યો કે દેશમાં ન માત્ર લોકોની આવક વધી છે પરંતુ અનુપાલન પણ વધ્યું છે.

પીએમ મોદીએ ૧૮ ઑગસ્ટનાં સોશિયલ મીડિયાનાં એક પ્લેટફોર્મ LinkedIn પર પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે ભારતની આર્થિક સ્થિતિ પર કરવામાં આવેલા ૨ રિપોર્ટ શેર કર્યાં હતાં. તેમણે કહ્યું કે  દેશમાં ન માત્ર લોકોની આવક વધી છે પરંતુ  તેમની અનુપાલનતામાં પણ વધારો થયો છે.

પીએમ મોદીએ જે ૨ રિપોર્ટસનો ડેટા શેર કર્યો તેમાંનો એક દેશની સૌથી મોટી સરકારી બેંક SBI દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે જ્યારે અન્ય પત્રકાર અનિલ પદ્મનાભન દ્વારા કરવામાં આવ્યો છે. SBIની રિસર્ત રિપોર્ટ અંગે પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ITR ફાઈલ કરનારાઓની ટકાવારી છેલ્લાં ૯ વર્ષોમાં વધી છે. રિપોર્ટ અનુસાર ૨૦૧૪ માં ITR આધારિત સરેરાશ આવક ૪,૪૦,૦૦૦ રૂપિયા હતી જે ૨૦૨૩ માં વધીને ૧૩ લાખ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે છેલ્લાં ૯ વર્ષોમાં ૮,૬૦,૦૦૦ વધારો જોવા મળ્યો છે.

પીએમ મોદીએ પોસ્ટમાં દાવો કર્યો કે દેશમાં ન માત્ર લોકોની આવક વધી છે પરંતુ અનુપાલન પણ વધ્યું છે. તેમણે કહ્યું કે આ લોકોનાં સરકાર પ્રત્યેનાં વિશ્વાસને પ્રગટ કરે છે. આ ન માત્ર સરકારનાં સામૂહિક પ્રયત્નોને દર્શાવે છે પરંતુ એક રાષ્ટ્રનાં રૂપમાં તેમની ક્ષમતાને પણ દર્શાવે છે. વધતી સમૃદ્ધિ આપણી રાષ્ટ્રીય પ્રગતિ માટે શુભ સંકેત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *