રાહુલ ગાંધીએ લદ્દાખમાં પિતાને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

રાહુલ ગાંધીએ તેમના પિતા રાજીવ ગાંધીની જન્મજયંતિ પર ટ્વિટ કર્યું હતું કે, પાપા તમે ભારત માતા માટે જે સપના જોયા હતા તે આ અમૂલ્ય યાદોથી છલકાઈ ગયા

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લદ્દાખના પેંગોંગ તળાવના કિનારે તેમના પિતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. આ તરફ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાએ દિલ્હીમાં ‘વીર ભૂમિ’ ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ચીને અમારી જમીન પર કબજો કર્યો છે. સ્થાનિક લોકોએ કહ્યું કે ચીની સેના ઘૂસી ગઈ છે. લોકો કહે છે કે, ચીને અમારી જમીન પર કબજો કર્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના પિતા રાજીવ ગાંધીની જન્મજયંતિ પર ટ્વિટ કર્યું હતું કે, પાપા તમે ભારત માતા માટે જે સપના જોયા હતા તે આ અમૂલ્ય યાદોથી છલકાઈ ગયા. તમારા ગુણ એ જ મારો માર્ગ છે-દરેક ભારતીયના સંઘર્ષ અને સપનાને સમજુ છું, ભારત માતાનો અવાજ સાંભળી રહ્યો છું.

૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ કલમ ૩૭૦ અને ૩૫ (A) નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો, લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીર માં વિભાજિત કર્યા પછી રાહુલની લદ્દાખની આ પ્રથમ મુલાકાત છે. રાહુલ ગાંધીના રોકાણ દરમિયાન તેઓ કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે અને યુવાનો સાથે વાતચીત કરશે. તે ૨૫ ઓગસ્ટે ૩૦ સભ્યોની લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC) – કારગિલ ચૂંટણીની બેઠકમાં પણ હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *