દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પરિગામ ગામમાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરુ થઈ હતી.
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પરિગામ ગામમાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરુ થઈ હતી. આજે સવાર સુધી આ અથડામણ હજુ પણ ચાલુ છે.
આ અંગે એક અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે, પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતીના આધારે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમ જેમ દળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળની નજીક પહોંચી, આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કરવાનું શરું કર્યું હતું. જેનો જવાબી કાર્યવાહી કરવામાં આવી અને અથડામણ શરૂ થઈ હતી.
એવું માનવામાં આવે છે કે બેથી ત્રણ આતંકવાદીઓ ગીચ ખેતરોના વિસ્તારોમાં છુપાયેલા છે અને સુરક્ષા દળો તેમને બેઅસર કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. આજના પ્રારંભિક અહેવાલો અનુસાર એક આતંકવાદી માર્યો ગયો છે. જોકે, પોલીસે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.