સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-૩ મિશન પર

ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન ૩ સાંજે ૦૬:૦૪ કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ભાગમાં ઉતરશે તેવી અપેક્ષા.

આજે ભારત ચંદ્ર પર ત્રિરંગો ફરકાવવા જઈ રહ્યું છે. સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-૩ મિશન પર છે. ભારત ઈતિહાસ રચવાથી માત્ર થોડા કલાકો દૂર છે. ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન ૩ સાંજે ૦૬:૦૪ કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ભાગમાં ઉતરશે તેવી અપેક્ષા છે. આ આશા વધી રહી છે કારણ કે ચંદ્ર મિશન પર અપડેટ આપતી વખતે, ISROએ કહ્યું છે કે ચંદ્રયાન ૩ મિશન શેડ્યૂલ મુજબ ચાલી રહ્યું છે.

લેન્ડરને ૧૦૦ કિલોમીટરની ઉંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા અનેક તબક્કામાં પૂર્ણ થશે. ૩૦ કિમીની ઉંચાઈ પર લેન્ડરની ઝડપ વધુ હશે. સ્પીડને વધુ ઘટાડવા માટે લેન્ડરમાં રોકેટ છોડવામાં આવશે. લેન્ડર ૧૦૦ કિમીની ઉંચાઈથી ૭.૪ કિમીની ઊંચાઈએ પહોંચશે. અહીં પહોંચવામાં દસ મિનિટનો સમય લાગશે, ત્યારબાદ લેન્ડર ૬.૮ કિમીની ઉંચાઈએ પહોંચશે. ૬.૮ કિમીની ઉંચાઈ પર, લેન્ડરના પગ ચંદ્રની સપાટી તરફ ૫૦ ડિગ્રી ફેરવશે, ત્યારબાદ લેન્ડર પરના સાધનો પુષ્ટિ કરશે કે તે તે જગ્યાએ જઈ રહ્યો છે જ્યાં તેને ઉતરવું છે કે નહીં.

ત્રીજા તબક્કામાં, લેન્ડર ૬.૮ કિમીની ઊંચાઈથી ૮૦૦ મીટરની ઊંચાઈ સુધી નીચે ઉતરશે. લેન્ડર ચંદ્રની સપાટી તરફ ૫૦ ડિગ્રીના ખૂણા પર હશે. અહીં રોકેટની ગતિ ઓછી હશે. આગામી તબક્કામાં લેન્ડર ૧૫૦ મીટરની ઉંચાઈએ પહોંચશે. અહીં લેન્ડર નક્કી કરશે કે લેન્ડિંગ સાઇટ સંપૂર્ણપણે સપાટ છે અને પછી ૬૦ મીટર સુધી નીચે ઉતરે છે. હવે લેન્ડરની ગતિ ધીમી થશે. લેન્ડર ૬૦ થી ૧૦ મીટર સુધી નીચે આવશે. આગળનું પગલું ૧૦ મીટરની ઊંચાઈથી ચંદ્ર પર લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ હશે.

  • રફ બ્રેકિંગ ફેઝ- જ્યારે લેન્ડર ૨૫ કિમીની ભ્રમણકક્ષામાંથી ચંદ્રની સપાટી તરફ પ્રયાણ કરશે, ત્યારે લેન્ડરની ગતિ આડી દિશામાં રહેશે, પછી ચંદ્રની આસપાસ ફરતી વખતે તેને નીચે લઈ જવામાં આવશે. આ દરમિયાન
  • ફાઈન બ્રેકિંગ ફેઝ- ચંદ્રની સપાટીથી લેન્ડરનું અંતર ૨૫ કિમીથી ઘટીને ૭.૪૨ કિમી થઈ જશે. આ તબક્કો કુલ ૬૯૦ સેકન્ડનો હશે. લેન્ડરની ઝડપ આડી દિશામાં ૧.૬૮ કિમી પ્રતિ સેકન્ડથી ઘટીને ૩૫૮ મીટર પ્રતિ સેકન્ડ અને ઊભી દિશામાં ૬૧ મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. લેન્ડરની ઊંચાઈ ચંદ્રની સપાટીથી ૭.૪ કિમી હશે.
  • ઓલટીટ્યુડ હોલ્ડ ફેઝ- આ તબક્કો માત્ર ૧૦ સેકન્ડનો હશે. આ દરમિયાન, લેન્ડરને ૯૦ ડિગ્રી ફેરવવામાં આવશે અને આ પ્રક્રિયા દરમિયાન, લેન્ડર ૮૦૦ મીટરનું વધુ અંતર કાપશે. હવે ચંદ્રની સપાટીથી અંતર માત્ર ૬.૮ કિમી રહેશે.
  • અંતિમ બ્રેકિંગ તબક્કો- આ પછી આ તબક્કાનો કુલ સમય ૧૭૫ સેકન્ડનો રહેશે. હવે લેન્ડરની સ્પીડ 0km/sec પર લઈને સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે.

ભારત આજે અવકાશની દુનિયામાં ઈતિહાસ રચવા માટે તૈયાર છે. ચંદ્રયાન-૩ આજે સાંજે ૦૬:૪૦ કલાકે ચંદ્ર પર ઉતરશે. લેન્ડિંગ સમયે પીએમ મોદી દક્ષિણ આફ્રિકાથી વર્ચ્યુઅલ રીતે ઈસરોમાં જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *