મિઝોરમમાં નિર્માણાધિન રેલવે બ્રિજ ધરાશાયી થતા ૧૭ શ્રમિકોના મોત, કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બચાવવા માટે ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન.
મિઝોરમમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મિઝોરમની રાજધાની આઈઝોલની પાસે અંડર કંસ્ટ્રક્શન રેલ બ્રિજ ધરાશાયી થતાં ૧૭ શ્રમિકોના મૃત્યુ નિપજ્યાં છે. આ સંખ્યા વધી પણ શકે છે, કારણ કે હજુ પણ લગભગ ૩૦ થી ૪૦ મજૂરો કાટમાળ નીચે દટાયેલા છે.