પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે દક્ષિણ આફ્રિકા પ્રવાસનો અંતિમ દિવસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. દક્ષિણ આફ્રિકા યાત્રના અંતિમ દિવસે તેઓ આજે બ્રિક્સ- આફ્રીકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી તે ઉપરાંત અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. ઇરાનના પ્રમુખ  ઇબ્રાહીમ રાઇસી તેમ જ મોઝામ્બિકના પ્રમુખ ફિલીપ નાઇસી તેમ જ ઇથોપિયાના પ્રમુખ સાથે બેઠકમાં ભાગ લેશે

દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરીલ રામાફોસાએ રાજકીય રાત્રિભોજનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વનેતાઓએ તેમાં ભાગ લીધો હતો. વિશ્વનેતાઓએ ચંદ્રયાન-3ને મળેલી સફળતા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા હતા. તે પહેલાં પ્રધાનમંત્રી મોદીએ જોહાનિસ્બર્ગ ખાતે આયોજીત બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો.

બ્રિક્સ સંમેલન ઉપરાંત પ્રધાનમંત્રી મોદી અને દક્ષિણ આફ્રિકાના પ્રમુખ રામાફોસા વચ્ચે પ્રતિનિધી મંડળની વાતચીત થઇ હતી. બંને વચ્ચે વેપાર, સંરક્ષણ અને રોકાણ સહિતના મુદ્દે ચર્ચા  થઇ હતી. જોહાનિસ્બર્ગની એક હોટલમાં ભારતીય પ્રવાસીઓ દ્વારા આયોજીત અભિવાદન કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રીએ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીને મળવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *