રશિયામાં મોટી પ્લેન દુર્ઘટના થઈ છે. રાજધાની મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહેલું પ્રાઈવેટ પ્લેન અચાનક ક્રેશ થઈ ગયું હતું. સ્થાનિક મીડિયાના દાવા પ્રમાણે આ પ્લેન ક્રેશમાં વેગનર ચીફ પ્રિગોગિન હતા. આ પ્લેન ક્રેશમાં પ્રિગોગિન સહિત ૧૦ લોકોના મોતની આશંકા છે.
વેગનરની ખાનગી સેનાના વડા પ્રિગોઝિને જૂનમાં રશિયન સશસ્ત્ર દળો સામે સફળ બળવો કર્યો હતો. જે બેલારુસની દખલગીરીથી શાંત પડ્યો હતો. મહત્વનું છે કે યેવગિની પ્રિગોઝિન પુતિનની શેડો આર્મી તરીકે ઓળખાતા હતા. ૧૯૬૧ માં સેન્ટ પીટ્સબર્ગમાં તેમનો જન્મ થયો હતો. જેલથી મુક્ત થતાં હોટડોગ વેચવાનો સ્ટોલ શરૂ કર્યો.
૯૦ ના દાયકામાં શહેરમાં અનેક મોંઘા રેસ્ટોરન્ટ શરૂ કર્યા હતા જેમાં યેવગેની રેસ્ટોરન્ટનું નામ ખુબ લોકપ્રિય થયું અને લોકો જમવા માટે લાઇન લગાવતા હતા. લોકપ્રિયતા એ હદે વધી કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ વિદેશી મહેમાનોને ત્યાં ભોજન માટે લઇ જતા જ્યાંથી તેમના રાષ્ટ્રપતિ પુતિન સાથે સંબંધો વિકસાવ્યા હતા. જે બાદ તેઓ રશિયાની ખાનગી આર્મી વેગનર ચીફના વડા બન્યા હતા.