પીએમ મોદીને ‘ગ્રેંડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર’થી કર્યું સન્માન

સન્માનિત થયાં બાદ પીએમ મોદી બોલ્યાં કે, ‘આ દર્શાવે છે કે ગ્રીસનાં લોકો ભારત પ્રતિ કેટલું માન-સન્માન ધરાવે છે’

પીએમ મોદી છેલ્લા ૪૦ વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ છે. આ પહેલા વર્ષ 1983માં ઈન્દિરા ગાંધી ગ્રીસ ગયા હતા. હાલમાં પીએમ નરેન્દ્ર મોદી ગ્રીસનાં પ્રવાસે છે ત્યારે ગ્રીસનાં રાષ્ટ્રપતિ કેટરીના એન. સાકેલારોપોલૂએ શુક્રવારે એથેંસમાં પ્રધાનમંત્રી મોદીને ”ગ્રેંડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર’ થી સન્માનિત કર્યું. સન્માન પ્રાપ્ત કર્યાં બાદ પીએમ મોદીએ ગ્રીસનાં રાષ્ટ્રપતિ અને લોકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે,” આ દર્શાવે છે કે ગ્રીસનાં લોકો ભારત પ્રતિ કેટલું માન-સન્માન ધરાવે છે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોટો પોસ્ટ કરતાં લખ્યું કે,’હું રાષ્ટ્રપતિ કેટરીના સાકેલારોપોલૂ, સરકાર અને ગ્રીસનાં લોકોનો મને ‘ગ્રેંડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર’ આપવા બદલ આભાર માનૂં છું. આ દર્શાવે છે કે ગ્રીસનાં લોકો ભારત પ્રતિ કેટલું સન્માન ધરાવે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *