કોવિડ -૧૯ નો આ પ્રકાર ઇઝરાયેલ, ડેનમાર્ક, યુએસ અને યુકે સિવાય સ્વિટ્ઝર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો.
દુનિયાભરમાં કોરોના મહામારી દરમિયાન થયેલા નુકસાનને કારણે થયેલા ઘા હજુ રૂઝાયા નથી કે કોવિડના અન્ય એક પ્રકારે આરોગ્ય નિષ્ણાતોની ઊંઘ હરામ કરી દીધી છે. આ તરફ હવે તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO )ના એક અગ્રણી અધિકારીએ માહિતી આપી હતી કે, BA.૨.૮૬ નામનો અત્યંત મ્યુટન્ટ કોવિડ -૧૯ પ્રકાર મળી આવ્યો છે, જે પહેલા કરતા પણ વધુ ખતરનાક છે.
BA.૨.૮૬ નામનો કોવિડ -૧૯ વેરિઅન્ટ સૌપ્રથમ ડેનમાર્કમાં ૨૪ જુલાઈના રોજ મળી આવ્યો હતો. જ્યારે એક દર્દી ગંભીર રીતે બીમાર થઈ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ વેરિઅન્ટ મળ્યા પછી એરપોર્ટ પર મુસાફરોની નિયમિત તપાસ કરવામાં આવી હતી, જેમાં BA.૨.૮૬ વેરિઅન્ટ મળી આવ્યો હતો. આ સિવાય કોવિડ -૧૯ ના નવા વેરિઅન્ટ પણ વોટર ટેસ્ટિંગમાં જોવા મળ્યા હતા.
વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે, BA.૨.૮૬ પર દેખરેખ રાખવી જરૂરી હતી, પરંતુ રસીકરણ અને પ્રી-ઇન્ફેક્શનથી વિશ્વભરમાં તૈયાર કરાયેલા રક્ષણને ધ્યાનમાં લેતા, તેનાથી ગંભીર બીમારી અને મૃત્યુની શક્યતા નહિવત છે. કોવિડ -૧૯ ટેકનિકલ ચીફ મારિયા વાન કેરખોવે WHOના કોવિડ -૧૯ ટેકનિકલ ચીફ મારિયા વાન કેરખોવે BA.૨.૮૬ સંબંધિત તેમની પ્રથમ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ચેપ લાગવાની સંખ્યા ઓછી છે. તેમણે કહ્યું કે, શોધાયેલ કેસો જોડાયેલા નથી, તે દર્શાવે છે કે તે પહેલાથી જ વધુ વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે.