નિતિન ગડકરી આજે ૧૦૦ % ઈથેનોલફ્યૂલ પર ચાલતી કાર ટોયોટા ઈનોવા લોન્ચ કરશે. આ કાર દુનિયાની પહેલી ઈલેક્ટ્રિફાઈડ ફ્લેક્સ ફ્યૂલ વ્હીકલનું પ્રોટોટાઈપ હશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી આજે ૧૦૦ % ઈથેનોલફ્યૂલ પર ચાલતી કાર ટોયોટા ઈનોવા લોન્ચ કરશે. આ કાર દુનિયાની પહેલી ઈલેક્ટ્રિફાઈડ ફ્લેક્સ ફ્યૂલ વ્હીકલનું પ્રોટોટાઈપ હશે. તેને BS6 સ્ટેજ-૨ ના નોર્મ્સના અનુસાર ડેવલોપ કરવામાં આવી છે. ઈવેન્ટ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી દિલ્હીમાં થશે.
હાઈબ્રિડ સિસ્ટમ માટે ફ્લેક્સ ફ્યૂલથી ૪૦ % ઈલેક્ટ્રિસિટી જનરેટ કરી શકે છે. ગડકરીએ કહ્યું, “એથેનોલની કિંમત ૬૦ રૂપિયા પ્રતિ લીટર છે અને આ કાર ૧૫ થી ૨૦ કીમીની માઈલેજ આપી શકે છે. આ પેટ્રોલની તુલનામાં વધારે ફાયદાકારક છે. જે હાલમાં ઘણા રાજ્યોમાં લગભગ ૧૨૦ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.”
ઓઈલ ઈમ્પોર્ટ પર ૧૬ લાખ કરોડ રૂપિયા ખર્ચ થાય છે ગડકરીએ કહ્યું “આ ફ્યૂલ પેટ્રોલિયમના ઈમ્પોર્ટ પર થતા ખર્ચને બચાવી શકે છે. જો આપણે આત્મનિર્ભર બનવું છે તો ઓયલ ઈમ્પોર્ટને ઝીરો પર લાવવું જ પડશે. હાલ દેશ તેના પર ૧૬ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. જે આપણી અર્થવ્યવસ્થા માટે મોટુ નુકસાન છે.”