મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આજે રાજકીય માહોલ ગરમ રહેવાનો છે.
આજે એક તરફ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ની બે દિવસીય બેઠક શરૂ થવાની છે. તો બીજી તરફ સત્તારૂઢ ગઠબંધન NDAની પણ આજથી બેઠક મળી રહી છે. આમ, બંને ગઠબંધનોની બેઠકો મુંબઈમાં મળી રહી છે. NDAની બેઠકમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરાશે. બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, NCPના નેતા અને ઉપમુખ્યમંત્રી અજીત પવાર સહિત મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે. આ બેઠકમા નવનિયુક્ત ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને તેમના સંગઠનનું સ્વાગત કરવામાં આવશે. આ બંને બેઠકોમાં મહત્વનું છે એ છે કે વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aની બેઠકમાં NCP પ્રમુખ શરદ પવાર હાજરી આપવાના છે. અને તે જ સમયે, તેમના ભત્રીજા અજિત પવાર જૂથ ભાજપના નેતૃત્વવાળી NDAની બેઠકમાં હાજરી આપશે.