રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ઉતર્યા બાદથી દરરોજ પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી શેર કરી રહ્યું છે, આમાં સૌથી મહત્વપૂર્ણ માહિતી ચંદ્રની સપાટી પર ઓક્સિજનની શોધ છે.
રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાદથી દરરોજ પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યા છે. આ દરમિયાન લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પરથી રોવર પ્રજ્ઞાનનો એક ફની વીડિયો પણ ઈસરોને મોકલ્યો છે. આ વીડિયોમાં રોવર સુરક્ષિત માર્ગની શોધમાં ૩૬૦ ડિગ્રી પર ફરતું જોવા મળે છે, જેનાથી એવું લાગે છે કે તે ચંદ્રની સપાટી પર ડાન્સ કરી રહ્યું છે.