પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિ એક દેશ, એક ચૂંટણી ના કાયદાકીય પાસાઓને સમજશે અને તેના પર સામાન્ય લોકો પાસેથી અભિપ્રાય લેશે.
એક ચૂંટણી નો મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. આ તરફ હવે હવે કેન્દ્ર સરકારે આ અંગે એક સમિતિની રચના કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેના અધ્યક્ષ રહેશે. આ સમિતિ એક દેશ, એક ચૂંટણી ના કાયદાકીય પાસાઓને સમજશે અને તેના પર સામાન્ય લોકો પાસેથી અભિપ્રાય લેશે.
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ગુરુવારે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માહિતી આપી હતી. ટ્વિટ અનુસાર ૧૮ થી ૨૨ સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે. સત્રમાં ૫ બેઠકો થશે. હવે ચર્ચા છે કે, આ વિશેષ સત્ર દરમિયાન કેન્દ્રની મોદી સરકાર એક દેશ, એક ચૂંટણી પર બિલ લાવી શકે છે.
લાંબા સમયથી ગુણદોષ આ મુદ્દા પર ફાયદા અને ગેરફાયદાની ગણતરી કરી રહ્યાં છે. આ મુદ્દે રાજકીય પક્ષો સ્પષ્ટપણે વહેંચાયેલા છે. આ બિલ આવવાની ચર્ચા વચ્ચે જાણો શું છે એક દેશ,એક ચૂંટણી નો મુદ્દો અને તેના ફાયદા અને ગેરફાયદા શું છે?