ઇસરોને રચ્યો ઇતિહાસ, ચંદ્રયાન-૩ મિશનની સફળતા બાદ આજે શ્રી હરિકોટાથી આદિત્ય L1 સેટેલાઇટ લોન્ચ
ચંદ્રયાન-૩ મિશનની સફળતાએ ભારતનું નામ વિશ્વમાં સુવર્ણ અક્ષરે લખી દીધું છે. આ તરફ ચંદ્રયાન-૩ ની સફળતા બાદ આજે ઇસરો દ્વારા સુર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય L1 લૉન્ચ કરવામાં આવ્યું છે. ભારતીય અવકાશ એજન્સી ઇસરો આજે સવારે ૧૧:૫૦ વાગ્યે આદિત્ય L1 સેટેલાઇટ લોન્ચ કર્યું છે.
આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ આદિત્ય L1 મિશન લોન્ચ
આદિત્ય જેનો અર્થ થાય છે “સૂર્ય,” પૃથ્વીથી લગભગ ૧.૫ મિલિયન કિલોમીટર ( ૯૩૦,૦૦૦ માઇલ ) દૂર અવકાશના પ્રદેશ લેંગ્રેસ પોઇન્ટ -૧ પર મૂકવામાં આવશે. અહીંથી ભારત સૂર્ય પર સતત નજર રાખી શકશે. સૂર્ય ઓબ્ઝર્વેટરી મિશન શનિવારે સવારે ૧૧:૫૦ વાગ્યે શ્રીહરિકોટા સ્પેસથી લોન્ચ કરવામાં આવ્યું છે.
થતાં જ વૈજ્ઞાનિકો ખુશીથી ઝૂમી ઉઠયા હતા.