દેશની રાજધાની જી-૨૦ બેઠક માટે તૈયાર છે.
શાનદાર આયોજન માટે દિલ્હીને દુલ્હનની જેમ શણગારવામા આવ્યું છે. મહેમાનોની સુવિધા માટે યોગ્ય વ્યવસ્થા કરવામા આવી છે. પ્રધાનમંત્રીના મુખ્યસચિવ પી.કે.મિશ્રાએ શહેરની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દિલ્હીના ઉપ-રાજ્યપાલ વી.કે.સકસેના સાથે તૈયારીની સમિક્ષા કરી હતી. અધિકારીઓએ તેઓને વ્યવસ્થાની વિગતો જણાવી હતી. ઉત્તર રેલવેએ G-20 શિખર સંમેલનના પગલે ૮-૯-૧૦-૧૧ સપ્ટેમ્બરના રોજ ૮૨ ટ્રેન રદ કરી છે.
મેટ્રોના પસંદગીના સ્ટેશનો પરથી સોમવારથી ૧૦ દિવસ સુધી ટુરીસ્ટ સ્માર્ટકાર્ડ ખરીદી શકાશે. આ સુવિધા જી-૨૦ પ્રતિનિધીઓ અને દિલ્હીના મુખ્ય પ્રવાસન સ્થળો જોવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે છે. આ કાર્ડ એક દિવસ માટે તેમજ ત્રણ દિવસ માટે લઇ શકાશે.