BCCIએ વર્લ્ડ કપ ૨૦૨૩ માટે ભારતીય ટીમની કરી જાહેરાત, કેએલ રાહુલ અને કુલદીપને મળી તક.
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપ ૨૦૨૩ રમી રહી છે. પરંતુ આ પછી ટીમે ODI વર્લ્ડ કપ ૨૦૨૩ રમવાનો છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ રમશે. આ ટીમમાં યુઝવેન્દ્ર ચહલને તક મળી નથી, જ્યારે એશિયા કપમાં ટ્રાવેલ રિઝર્વ તરીકે સામેલ સંજુ સેમસન પણ આ લિસ્ટમાંથી બહાર છે. તિલક વર્માને પણ તક મળી નથી.
૫ ઓક્ટોબરથી વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ શરૂ થશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાશે. ગત વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. આ વખતે વર્લ્ડ કપની ટાઈટલ મેચ ૧૯ નવેમ્બરે અમદાવાદમાં રમાશે.
વર્લ્ડ કપ ૨૦૨૩ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર.