જી-૨૦ સમિટમાં ભાગ લેવા વિશ્વના દિગ્ગજોનું દિલ્હીમાં આગમન, US પ્રેસિડેન્ટ ભારત આવવા રવાના

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન જી-૨૦ની બેઠકમાં ભાગ લેવા માટે રવાના થઇ ચુક્યા છે.

આવતીકાલે શનિવારે દિલ્હીમાં જી-૨૦ શિખર સંમેલન શરુ થઇ રહ્યુ છે. જેમાં વિશ્વના અગ્રણી ૨૦ દેશોના નેતાઓ આર્થિક અને વિકાસના મુદ્દા પર વાર્તાલાપ કરશે. દુનિયાભરના નેતાઓ જી-૨૦માં ભાગ લેવા માટે દિલ્હી પહોચી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન જી-૨૦ની બેઠકમાં ભાગ લેવા માટે રવાના થઇ ચુક્યા છે. મોરીશીયશના પ્રધાનમંત્રી પ્રવિન્દર જગન્નાથ, નાઇઝીરીયાના રાષ્ટ્રપતિ, યુરોપીયન આયોગના અધ્યક્ષ ઉર્સુલા વાન ડેર લેયન નવી દિલ્હી પહોચ્યા હતા જેમનું એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે સ્વાગત કર્યું હતુ. સંયુક્ત મેક્સીકન રાજ્યના મંત્રી રીક્વેલ બુએનરોસ્ટ્રોનું દિલ્હી એરપોર્ટ પર તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના નિર્દેશક ક્રિસ્ટાલીના જોર્જીવા કાલે નવી દિલ્હી પહોચ્યા હતાં, જ્યાં એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બીજી તરફ રશિયા અને ચીનના રાષ્ટ્રપતિ જી-૨૦ બેઠકમાં હાજર નહીં રહે, પરંતુ તેમની જગ્યાએ તેમના પ્રતિનિધિ હાજર રહેવાના છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે આ મામલે જણાવ્યું છે કે, અલગ અલગ  જી-૨૦ સંમેલનમાં કેટલાક રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી હાજર રહી શક્યા નથી. પરંતુ તેમના પ્રતિનિધિ હાજર રહીની તેમના દેશની વાત રજૂ કરતા રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *