આ સૌર મિશનનું લક્ષ્ય L1 પોઈન્ટ સુધી પહોંચવાનું છે.
ભારતના સૌર મિશન આદિત્ય L1એ વર્તમાન કક્ષાએથી ધરતી અને ચંદ્ર સાથેની સેલ્ફી મોકલી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ સેલ્ફી અને ફોટોઝ જાહેર કર્યા છે. આ સૌર મિશનનું લક્ષ્ય L1 પોઈન્ટ સુધી પહોંચવાનું છે. જ્યાં સૂર્ય અને ધરતીની ગુરુત્વાકર્ષણ શક્તિ એકસમાન હોય છે.
ઈસરોએ પોસ્ટ કરેલ વિડીયોમાં અંતરિક્ષ યાનનો એક ભાગ દેખાય છે. જેમાં વિઝિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફ પણ દેખાય છે, જે સૌર કોરોનાની સ્ટડી કરશે. વિડીયોમાં સૂર્યથી પ્રકાશિત ધરતીના એક ગોળાર્ધનો ફોટો અને એક સફેદ બિંદુ તરીકે ચંદ્ર પણ જોવા મળી રહ્યો છે. અંતરિક્ષ યાનને L1 પોઈન્ટ સુધી પહોંચવા માટે ૧૫ કિલોમીટરનું અંતર કાપવા માટે ૪ મહિનાનો સમય લાગશે.