એક બોટમાં થયેલ આતંકી હુમલામાં ૪૯ લોકોના મોત થયા છે.
માલીના ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં આતંકી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. એક બોટમાં થયેલ આતંકી હુમલામાં ૪૯ લોકોના મોત થયા છે. આતંકીઓએ સેનાની એક શિબિર પર હુમલો કર્યો હતો, જેમાં ૧૫ સૈનિકોના મોત થયા છે. આ હુમલામાં ૫૦ આતંકીવાદીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. માલીની સેના તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, ઉગ્રવાદી સંગઠન JNIMએ આ હુમલો કર્યો હોવાની પુષ્ટી કરી છે. JNIMએ અલકાયદા સાથે જોડાયેલ સંગઠન છે. માલી સરકારના આગ્રહ પર સંયુક્ત રાષ્ટ્ર ૧૭ હજાર સૈનિકોને પરત બોલાવવાની તૈયારી કરી રહ્યું છે, તે સમયે આ હુમલો કરવામાં આવ્યો છે.