ધાનમંત્રીએ જી-૨૦ શિખર સંમેલનની શરૂઆત કરતાં મોરક્કોમાં આવેલ ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો અને વિશ્વના તમામ દેશ આ આપત્તિના સમયમાં મોરક્કોની સાથે છે તેમ જણાવ્યું હતું.
આફ્રિકન દેશ મોરોક્કોમાં વહેલી સવારે ૬.૮ ની તીવ્રતાના ભૂંકપથી ભારે તબાહી થઈ છે. ભુકંપમાં ૬૩૨ થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે ૩૦૦ થી વધુ લોકો ઇજાગ્રસત થયા છે. જો કે આગામી સમયમાં મૃતક અને ઘાયલોનો આંકડો વધી શકે છે..પ્રધાનમંત્રીએ જી-૨૦ સમિટના ઉદ્ધાટન સત્ર દરમિયાન દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં સંવેદના વ્યક્ત કરતા જણાવ્યુ કે, ભારત મુશ્કેલીના સમયમાં તમામ મદદ માટે તૈયાર છે.
આફ્રિકન દેશ મોરોક્કોમાં વહેલી સવારે ૬.૮ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે તબાહી મચાવી છે. જેમાં ૬૩૨ થી વધુ લોકોના મોત થયા છે, જયારે ૩૦૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળ માં દટાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે. ભૂકંપ રાત્રે ૧૧:૧૧ વાગ્યે ૪૪ માઇલ મારાકેશથી દક્ષિણ-પશ્ચિમમાં ૧૮.૫ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં આવેલા ભૂકંપ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ જી-૨૦ શિખર સંમેલનની શરૂઆત કરતાં મોરક્કોમાં આવેલ ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો અને વિશ્વના તમામ દેશ આ આપત્તિના સમયમાં મોરક્કોની સાથે છે તેમ જણાવ્યું હતું.