જી-૨૦ બેઠકમાં થયેલી મોટી જાહેરાતોમાં ભારત-મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોર શરૂ કરવાની જાહેરાત પણ કરાઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
જી-૨૦ સમિટમાં પહેલી મોટી જાહેરાત થઈ ચૂકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ભારત મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોર ની જાહેરાત કરી છે. ભારત, UAE, સાઉદી અરેબિયા, EU, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને અમેરિકા વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિની આ જાહેરાતથી ચીન-પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે.
લાંબા સમયથી ભારત અને મધ્ય પૂર્વની વચ્ચે વેપાર વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. પરંતુ તે માર્ગ ન તો પાકિસ્તાનમાંથી પસાર થઈ શકે છે અને ન તો ચીનની મદદ લઈ શકાય છે. આવી સ્થિતિમાં સૌથી મોટો પડકાર એ હતો આખરે એક નેટવર્કને કેવી રીતે તૈયાર કરવામાં આવે, જેનાથી મધ્ય પૂર્વ સુધી સરળતાથી વેપારને ફેલવી શકાય. આ દિશામાં આ વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અમેરિકામાં એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠક જ આ નવા પ્રોજેક્ટનો પાયો બન્યો છે.
પ્રોજેક્ટ દ્વારા એક તૃતીયાંશ વૈશ્વિક અર્થવ્યવસ્થાને સીધો ફાયદો થવાનો છે. મોટી વાત એ છે કે આ યોજનામાં ડેટા, રેલ, વીજળી અને હાઈડ્રોજન પાઈપલાઈનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં એ સમજવું જરૂરી છે કે આ યોજના દ્વારા ભારત અને યુરોપ વચ્ચે વેપાર ૪૦ % સુધી વધી જશે.
ભારત અને અમેરિકા એરવાર માટે ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં સાથે કામ કરી શકે છે, પરંતુ મધ્ય પૂર્વમાં આ શક્ય નહોતું. પરંતુ હવે ભારત અને અમેરિકાએ ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાતની સાથે મળીને I2U2 ફોરમ બનાવ્યું છે. આ સિવાય પાકિસ્તાને પણ હંમેશાથી ભારતના તમામ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં અડચણો ઉભી કરવાનું કામ કર્યું છે. ૧૯૯૦ થી એવું જોવામાં આવ્યું છે કે ભારતને રોકવા માટે તેના પ્રોજેક્ટ્સને ક્યારેય અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા. પરંતુ હવે અમેરિકા સાથે જે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે તેમાં ન તો પાકિસ્તાનની જરૂર પડશે અને ન તો તે કોઈ પ્રકારનો અડચણ ઉભી કરી શકશે.