રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ આવતીકાલે ઇ-વિધાનસભાનું લોકાર્પણ કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ આવતીકાલે ઇ-વિધાનસભાનું લોકાર્પણ કરશે. જે બાદ તારીખ ૧૩ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી વિધાનસભા પેપરલેસ બનશે.
સત્રના પ્રથમ દિવસે જ ઝવેરી કમિશનનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ત્યારે ભાજપે તમામ ધારાસભ્યોને ઉપસ્થિત રહેવા માટે વ્હીપ પણ જાહેર કર્યો છે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ રાજભવનથી આયુષ્માન ભવઃ એપ્લિકેશનનું લોન્ચિંગ પણ કરશે. આ સાથે વિધાનસભામાં GST સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિર્સિટી સુધારા, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા, ઓર્ગેનિક યુનીવર્સીટી સુધારા, ગુજરાત ખેત ઉત્પાદન સુધારા વિધેયક તેમજ ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક રજૂ કરાશે.