કેરળમાં ફરી નિપાહ વાયરસને ખતરો

કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસથી બે મોત બાદ હોસ્પિટલમાં માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આઈસોલેશન વોર્ડની બહારનો એન્ટ્રી સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

કોઝિકોડના જિલ્લા અધિકારીએ ૭ પંચાયતોમાં બધા એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ, આંગનવાડી કેન્દ્ર, બેંક અને સરકારી સંસ્થાનોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સવારે ૦૭:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી ફક્ત દવાઓ અને જરૂરી વસ્તુઓની દુકાનો જ ખુલવાની પરવાનગી છે.

કેરળમાં નિપાહ વાયરસના અત્યાર સુધી ૪ કેસ સામે આવી ચુક્યા છે. જેમાં બે લોકોના મોત થયા છે. બુધવારે રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું કે પુણેથી નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીની ટીમ નિપાહ વાયરસની તપાસને લઈને આજે કેરળ આવશે. કોઝિકોડ મેડિકલ કોલેજમાં NIVની ટીમ ચામાચીડીયાનો સર્વે કરશે.

કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે મંગળવારે રાત્રે ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. તેમાં બધા ધારાસભ્યો, જન પ્રતિનિધિઓ, જિલ્લા કલેક્ટર અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની સાથે નિપાહ વાયરસને લઈને જરૂરી પ્રયત્નોને લઈને ચર્ચા થઈ.

કેરળમાં નિપાહ વાયરસથી પહેલી મોત ૩૦ ઓગસ્ટ અને બીજી મોત ૧૧ સપ્ટેમ્બરે થઈ હતી. સ્વાસ્થ્ય મંત્રીએ મંગળવારે જણાવ્યું હતું કે બન્ને મૃતકોને સેમ્પલ તપાસ માટે પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી મોકલવામાં આવ્યા છે. તેમાં એક ૯ વર્ષનું બાળક અને ૨૪ વર્ષનો યુવક શામેલ છે. બન્નેની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્યમંત્રીએ સ્થાનીક સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને પોતાના ક્ષેત્રોમાં કડક નજર રાખવાના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *