ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-૧ ને લઈ મહત્વના સમાચાર

સૂર્યની ગતિવિધિઓ પર નજર રાખવા ગયેલ ઘણા પ્રકારના ઉપકરણો સાથે સજ્જ આદિત્ય એલ-૧ મિશને વધુ એક સફળતા મેળવી લીધી છે. જે અંગે વિગતે જાણો આ અહેવાલમાં !

ભારતના પ્રથમ સૂર્ય મિશનઆદિત્ય એલ-૧ અવકાશયાને સફળતા નજીક વધુ એક ડગલું ભરી લીધું છે. આદિત્ય એલ-૧ એ પૃથ્વીની ચોથી ચક્કર લગાવામાં સફળતા મેળવી સૂર્ય નજીક ડગ માંડયા છે. આ મામલે ‘ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ ( ઈસરો ) દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પર સત્તાવાર માહિતી આપવામાં આવી છે.

આદિત્ય એલ-૧ ને સૂર્યના અભ્યાસ માટે અવકાશમાં મોકલવામાં આવ્યું છે અને આ આદિત્ય એલ-1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેન્જ પોઇન્ટ છે.પોઇન્ટ અર્થ એવો છે કે અહીંથી સૂર્ય અવરોધ વિના દેખાઈ શકે છે. ત્યારે લેગ્રેન્જ પોઈન્ટ ૧ અવકાશયાન પર મોકલવામાં આવેલ આદિત્ય એલ-૧ પૃથ્વીથી લેગ્રેન્જ પોઈન્ટ ૧ નું અંતર ૧૫ લાખ કિલોમીટર છે, જ્યારે સૂર્યથી પૃથ્વીનું અંતર ૧૫ કરોડ કિલોમીટર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *