મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ પાણી છોડાતા સરદાર સરોવરમાં પાણીની આવક વધી

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ ઈન્દિરાસાગર ડેમાં ૧૨ ગેટ ૧૦ મીટર ખોલવામાં આવ્યા.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે  ઇન્દિરાસાગર ડેમના ૧૨ ગેટ ૧૦ મીટર ખોલાયા અને પાવરહાઉસના ૮ યુનિટમાંથી કુલ ૯.૮૯ લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી છે. જેના કારણે સવારે ૮ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૫.૪૨ મીટરે નોંધાઈ હતી.   ત્યારે આ સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે.  સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી  ૧૩૮.૬૮  મીટર છે. ત્યારે પાણીની સપાટી સતત વધી રહી છે. જેથી દરવાજા ખોલીને શરુઆતમાં ૧.૪૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે તેમ છે.જેના કારણે  નર્મદા ,ભરુચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના અનેક ગામોમાં એલર્ટ અપાયું છે. હાલ પાણીની આવક ૧ લાખ ૬૬ હજાર ક્યુસેક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *