મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળરાશિ ના વધામણાં જળ પૂજન કરીને કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજના જન્મ દિવસ ના અવસરે નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ છલકાઈ જવાના આ મંગલ પ્રસંગે મુખ્યમંત્રી આજે વહેલી સવારે એકતા નગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કરવા સાથે પ્રધાનમંત્રીને સમગ્ર ગુજરાત ની જનતા જનાર્દન વતી જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. આ ક્ષણે મુખ્ય સચિવ રાજકુમાર અને મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી પણ આ વેળાએ સહભાગી થયા હતા.