સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું

આજે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ એકાએક અટકી ગયું હતું, બીએસઈ સેન્સેક્સમાં સતત ૧૧ દિવસના વધારા બાદ આજે સેન્સેક્સમાં ૨૪૧ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી ૨૦,૧૩૩ સુધી ગબડી પડતા રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા હતા.

લાંબા સમયબાદ આજે ઉઘડતા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું, સેન્સેક્સ અને નિફ્ટીના શેરોમાં ધડામ દઈને નીચે પટકાતા  શેરબજારમાં રોકાણકારોના અંદાજે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. શેર બજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે વેપાર બંધ થયો હતો. બજાર માટે આજનો સોમવાર શુકનવંતો સાબિત થયો ન હતો અને દિવસભર બજારમાં લાલ રંગમાં જ આંકડા જોવા મળ્યા હતા. નિફટીના ૧૨ માંથી ૮ સેક્ટર્સમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે PSU અને ખાનગી બેંકોએ આજે બજારની સ્થિતિ બગાડી હતી અને પાવર શેરોમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી હતી.

આજના વેપારમાં BSE ના સેન્સેક્સ ૨૪૧.૭૯ અંક અથવા ૩.૩૬ %નો ઘટાડા સાથે ૬૭,૫૯૬,૮૪ ના લેવલ પર બંધ થયો છે. આ સિવાય NSE ની નિફ્ટી ૫૯.૦૫ અંક અથવા ૦.૨૯ % નો ઘટાડા સાથે ૨૦,૧૩૩.૩૦ ના લેવલ પર બંધ થયો છે. સ્મોલકેપ ઈન્ડેક્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો અને NSE ના ૮૬૦ શેરમાં માત્ર તેજીની સાથે કારોબાર જોવા મળ્યો છે અને ૧૩૬૭ શેરમાં ઘટાડા સાથે વેપાર જોવા મળ્યો છે. તો બેંક નિફ્ટી આજે ૪૬,૦૦૦ ના લેવલને હોલ્ડ કરી શક્યું નહિ. બેંક નિફ્ટી આજે ૪૬,૦૦૦ ના લેવલને હોલ્ડ કરી શક્યું નહીં અને ૨૫૨ અંક તૂટી ૦.૫૪ % નો ઘટાડા સાથે ૪૫૯૮૦ ના લેવલ પર ક્લોઝ થયો છે.

સેન્સેક્સના ૩૦ માંથી ૧૬ શેરમાં તેજીના લીલા કલર જોવા મળ્યો અને લીલા કલરમાં જ બજાર બંધ થઇ. જયારે ૧૪ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય NSE ની નિફ્ટી આજે લાલ અંક જોવા મળ્યા કારણ કે તેના ૫૦ માંથી ૨૬ શેરમાં ઘટાડા સાથે વેપાર બંધ થયો હતો. તો તેના ૨૪ શેરમાં ઘટાડો હાવી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *