ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ૫૦૨ નંબરના પુલ પર પાણીના ખતરાને લઈ રેલવે વિભાગ પ્રભાવિત થયો છે, રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક ટ્રેનો રદ કરાઈ છે.
રાજ્યમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરી રહ્યાં છે. તેમજ મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે નર્મદા નદી ગાંડીતૂર બની છે. જેના કારણે ભરૂચ, રાજપીપળાના અનેક વિસ્તારોમાં પ્રભાવિત થયા છે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કાંઠા વિસ્તારના ઘરોમાં પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ ભારે વરસાદના પગલે કેટલીક ટ્રેનો રદ્દ કરવાની પણ ફરજ પડી છે.
૧૮ સપ્ટેમ્બરના રોજ ટ્રેન નંબર ૨૦૯૬૦ વડનગર-વલસાડ એક્સપ્રેસ, ટ્રેન નંબર ૧૯૦૩૬ અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન નંબર ૧૯૦૩૫ વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ૫૦૨ નંબરના પુલ પર પાણી ખતરાને લઈ રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેમાં કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો રિસિડ્યુલ કરવામાં આવી છે. તેમજ ધીમેથી અને સાવધાનીથી ચલાવવામાં આવી રહી છે.
ભરૂચ – અંકલેશ્વરમાં વરસાદથી ટ્રેનો રદ, ૧૩ ટ્રેન સંપૂર્ણ રદ કરાઈ
ટ્રેન નંબર ૨૨૯૫૩ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
ટ્રેન નંબર ૨૦૯૦૧ મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
ટ્રેન નંબર ૨૦૯૦૨ ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ
ટ્રેન નંબર ૧૨૦૦૯ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
ટ્રેન નંબર ૧૨૦૧૦ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
ટ્રેન નંબર ૧૨૯૩૪ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
ટ્રેન નંબર ૧૨૯૩૨ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ
ટ્રેન નંબર ૮૨૯૦૨ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
ટ્રેન નંબર ૨૨૯૫૪ અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
ટ્રેન નંબર ૧૨૯૩૩ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
ટ્રેન નંબર ૮૨૯૦૧ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ
મુંબઈ તરફ જતી અન્ય ટ્રેન બપોર બાદ થઈ શકે છે શરુઆત
વરસાદના કારણે અનેક ટ્રેનો રદ કરાઇ છે. મુંબઇ-ભરૂચના મુસાફરો અમદાવાદમાં અટવાયા છે. અત્રે જણાવીએ કે, ગઇકાલ રાતની ટ્રેન હજુ ન આવતાં મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.