લોકસભા ચૂંટણી ૨૦૨૪: જેડીએસ ભાજપનાં નેતૃત્વવાળા ગઠબંધન એનડીએ માં શામેલ થઈ ગઈ. દિલ્હીમાં જેડીએસ નેતા કુમારસ્વામીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને કર્ણાટકમાં શીટ શેરિંગને લઈને ચર્ચા કરી.
૨૦૨૪ ની ચૂંટણીમાં કોંગ્રેસને માત આપવા માટે જેડીએસ એનડીએ માં જોડાઈ રહી છે. શુક્રવારે જેડીએસ ભાજપનાં નેતૃત્વવાળા ગઠબંધન એનડીએ માં શામેલ થઈ ગઈ. દિલ્હીમાં જેડીએસ નેતા કુમારસ્વામીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને કર્ણાટકમાં શીટ શેરિંગને લઈને ચર્ચા કરી. અત્રે ઉલ્લેખનીય છે કે જેડીએસ અને ભાજપ એક સમયે કર્ણાટકમાં સાથે હતી પરંતુ આ વખતે વિધાનસભા ચૂંટણી જેડીએસ, ભાજપ અને કોંગ્રેસે અલગ-અલગ લડી. વિધાનસભા ચૂંટણીમાં જેડીએસને મોટો ફટકો લાગ્યો હતો. હવે ફરી એકવાર ભાજપ અને જેડીએસ કર્ણાટકમાં એક થઈ લોકસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ સ્વતંત્ર રીતે લડી હતી. પરંતુ આ ચૂંટણીમાં જેડીએસને મોટું નુક્સાન ભોગવવું પડ્યું જે બાદ હવે ૨૦૨૪ માં આવનારી લોકસભા ચૂંટણી માટે જેડીએસએ ભાજપનાં નેતૃત્વવાળા ગઠબંધન એનડીએ નો હાથ મળાવ્યો છે.