જહાજ પાણીની ઉંડાઈને કારણે યમનમાં અલ માહરાના નિશ્તુન બંદર પર ફસાઈ ગયું હતું.
યમનમાં અનેક સપ્તાહથી ૧૮ ભારતીય નાવિકને બચાવી લેવામાં આવ્યા છે, હાલમાં તેઓ અદનમાં સુરક્ષિત અને કુશળ છે. જેમને ભારત પરત લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ નાવિકોનું જહાજ પાણીની ઉંડાઈને કારણે યમનમાં અલ માહરાના નિશ્તુન બંદર પર ફસાઈ ગયું હતું. રિયાદ અને જિબોતીમાં દૂતાવાસના પ્રયાસ અને યમન સરકારના સહયોગથી ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.