UNમાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર

UNમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગહલોતે પાકિસ્તાનને લલકાર્યું છે. કહ્યું, ‘ આતંકની ફેક્ટ્રી બંધ કરો અને PoK તાત્કાલિક ખાલી કરો.’

સંયુક્ત રાષ્ટ્રનાં આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરીને કાશ્મીરનો રાગ આલાપતાં પાકિસ્તાનને આજે ભારતે ફરી લલકાર્યું છે. પાકિસ્તાનનાં કાર્યવાહક પ્રધાનમંત્રી અનવારુલ હક કાકરે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં ૭૮ માં સત્રને સંબોધિત કરતાં UN પાસે કાશ્મીર પ્રસ્તાવ પાસ કરવા અને મિલિટ્રી હસ્તક્ષેપ કરવાની માંગ કરી. જેના પર ભારતે પલટવાર કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગહલોતે પાકિસ્તાનને પડકારતાં કહ્યું કે,’ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. પાકિસ્તાનને અમારા આંતરિક મામલામાં બોલવાનો હક નથી.’ રાઈટ ટૂ રિપ્લાયનાં અધિકારનો ઉપયોગ કરતાં પેટલ ગહલોતે કહ્યું કે,’ પાકિસ્તાન જ્યારે બીજાનાં આંતરિક મામલાઓમાં દખલ કરી રહ્યું છે તો તેને પોતાના દેશમાં માનવાધિકારોનાં ગંભીર ઉલ્લંઘનો પર પહેલાં નજર ફેરવી જોઈએ અને તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ.’

પાકિસ્તાનને વળતો જવાબ આપતાં પેટલ ગહલોતે કહ્યું કે,’ તમારે મુંબઈ હુમલાનાં આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ જેના પીડિતો ૧૫ વર્ષ બાદ પણ ન્યાયની રાહ જોઈ રહ્યાં છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠોનું ગઢ છે. પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સેફ હેવન બનાવવામાં આવ્યું છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *