અમદાવાદના શિવરંજનીમાં PG માં રહેતી યુવતીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ થતાં મામલો ઉગ્ર બન્યો છે, બંને વચ્ચે થયેલી બાબલનો વીડિયો પણ વાયરલ થયો છે.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજની સોસાયટીમાં બબાલ થઈ છે. PG માં રહેતી યુવતીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ થતાં મામલો ઉગ્ર બન્યો છે. બંને વચ્ચે થયેલી બાબલનો વીડિયો પણ વાયરલ થયો છે. PG ની યુવતીઓ અને સ્થાનિક મહિલાઓએ સામસામે આક્ષેપો કર્યા છે.
PG ની યુવતીઓએ રહીશો પર આક્ષેપ કર્યા છે કે, નિયમો PG માં રહેતી યુવતીઓ માટે બનાવીને હેરાન કરવામાં આવે છે. પહેરવેશને લઈને રહીશોનું રોકટોક થતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સોસાયટીમાં નિયમો બધા માટે બનાવાય તેવી યુવતીઓએ માગ કરી છે.
સ્થાનિકોએ PG ની યુવતીઓ પર આક્ષેપો કર્યા છે કે, ૧૩૩ ટેનામેન્ટમાંથી ૨૧ મકાનમાં PG ચાલે છે અને સોસાયટીમાં ૨૧ PG હોવાથી વાહન પાર્કિગ લઈ ઇશ્યુ થાય છે. વધુમાં કહ્યું કે, છોકરીઓ લથડિયાં ખાતી હાલતમાં મોડી રાત્રે આવે છે તેમજ PG ની યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને સોસાયટીમાં ફરે છે તેમજ PG માં રહેતી યુવતીઓ તમામ પ્રકારના વ્યસન કરે છે.
સવાલ
- સોસાયટીમાં રહેતી PG ની યુવતીઓને કેમ દબાવવામાં આવે છે?
- નોકરી કરતી યુવતીઓ પર કેમ સોસાયટીના લોકો બનાવે છે દબાણ?
- સોસાયટીમાં PG માં રહેતા યુવતીઓ માટે જ કેમ નિયમ?
- પરિવારથી દૂર રહેતી યુવતીઓને હેરાન કરવાનો અધિકારી કોણે આપ્યો?
- રાત્રે ૧૧:૩૦ વાગ્યા બાદ PG ની યુવતીઓને કેમ એન્ટ્રી નથી અપાતા?
- PG માં રહેતી યુવતીને રાત્રે કેમ ગેટની અંદર ન આવવા દીધી?
- રાત્રે યુવતીઓ સાથે કોઈ અનિશ્ચયનીય ઘટના બને તો કોણ જવાબદાર?
- મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે યુવતીઓને દબાવવાનો પ્રયાસ કેમ?
- પહેરવેશને લઈને કેમ ફક્ત PG ની યુવતીઓ પર નિયમ ઠોકી બેસાડ્યો?
- સોસાયટીમાં અન્ય યુવક-યુવતીઓ પર કેમ નિયમ લાગુ નહીં?
- પોલીસ આ મામલે ક્યારે કરશે યોગ્ય કાર્યવાહી?