ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩: અમદાવાદમાં આજથી ગત વર્લ્ડ કપની ફાઈનલિસ્ટ ટીમ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મેચ સાથે ભારતમાં ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ થશે. આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અને જોશ ચરમસીમાએ છે ત્યારે મેચને લઈને દર્શકો માટે કેટલીક ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.
અમદાવાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં આજે ઉદ્ધાટન મેચમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર રહેશે ત્યારે આ હાઈવોલ્ટેજ મેચને લઈને સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેચ જોવા આવતા દર્શકોને કોઈ તકલીફ ન રહે તે માટે મેટ્રો સ્ટેશનથી સ્ટેડિયમ સુધી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દર્શકો માટે એક ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે જેમાં મેચ જોવા જતા લોકો સ્ટેડિયમમાં દેશનો ઝંડો લઈ જઈ શક્શે પણ ઝંડાની સ્ટીક લઈ જઈ શક્શે નહીં તેમજ ખાણી-પીણીની ચીજવસ્તુઓ પણ ગ્રાઉન્ડ પર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત લેઝર લાઈટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.