ગાંધીનગર ખાતે ૧૨મા ઇન્ટરનેશનલ લેબોરેટરી પ્રદર્શન અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એશિયા લાબેકસ દ્વારા ૧૨ મા ઇન્ટરનેશનલ લેબોરેટરી પ્રદર્શન અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

૫ થી ૭ ઓક્ટોબર સુધી ચાલનારા આ એક્ઝિબિશનનો ઉદ્દેશ વિવિધ લેબોરેટરી ઇન્ડસ્ટ્રીમાંથી ટ્રેડ બાયર્સ અને ડિસિઝન મેકર્સને એક સાથે લાવવાનો છે. પ્રેરણાદાયી વક્તાઓ અને ઉદ્યોગ નિષ્ણાતોને સાંભળવા અને મળવા માટે લેબોટિકા સેમિનારએ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.

સેમિનારની થીમ “સાયન્સ મીટ ઈન્ડસ્ટ્રી : બ્રિજિંગ ધ ગેપ બીટવીન રિસર્ચ એન્ડ એપ્લીકેશન” છે. આ પ્રદર્શન અને સેમિનારમાં ૨૦૦ થી વધારે કંપનીઓએ ભાગ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *