ગૃહમંત્રાલય દ્વારા જમ્મુ-કાશ્મીર ડેમોક્રેટિક ફ્રિડમ પાર્ટી પર અલગતાવાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાને લઈને જુદી-જુદી ધારાઓમાં ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યા.
કેન્દ્ર સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકથામ અધિનિયમ અંતર્ગત જમ્મુ-કાશ્મીર ડેમોક્રેટિક ફ્રિડમ પાર્ટીને ગેરકાનૂની ઘોષિત કરી છે. આ સંગઠન વર્ષ ૧૯૯૮ થી દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાયેલું છે. ગૃહમંત્રાલય આ વિશે જણાવ્યું કે, આ પાર્ટીના સભ્યો હંમેશા દેશમાં અલગતાવાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં સામેલ રહ્યાં છે. આ સંગઠનના સભ્યો લોકોને ભડકાવીને કાશ્મીરને અલગ ઈસ્લામિક રાજ્ય બનાવવા માંગે છે. જે ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડતા માટે ખતરો છે. આ સંગઠનની વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકથામ અધિનિયમ, ભારતીય દંડ સંહિતા, શસ્ત્ર અધિનિયમ જેવી જુદી જુદી ધારાઓ સહિત અનેક ગુનાહિત કેસ દાખલ કર્યા છે.