ઈઝરાયેલ-હમાસ યુદ્ધના બીજા દિવસે IDFનું મોટું નિવેદન

હમાસના લડવૈયાઓ સામે લડી રહેલી ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે, છેલ્લા ૨૪ કલાક ખૂબ જ મુશ્કેલ હતા કારણ કે શનિવારે (૭ ઓક્ટોબર) હમાસના હુમલા બાદ અભૂતપૂર્વ ઘટનાઓ પ્રકાશમાં આવી.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધના બીજા દિવસે રવિવારે (૮ ઓક્ટોબર) ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, IDFએ કહ્યું કે, ઈઝરાયેલ પર હમાસનો હુમલો ૯/૧૧ જેવો નહિ પરંતુ તેનાથી પણ મોટો છે. ઓછામાં ઓછા ૨૨ મોરચે હમાસના લડવૈયાઓ સામે લડી રહેલી ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે, છેલ્લા ૨૪ કલાક ખૂબ જ મુશ્કેલ હતા કારણ કે શનિવારે (૭ ઓક્ટોબર) હમાસના હુમલા બાદ અભૂતપૂર્વ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.

IDFના પ્રવક્તા રિચાર્ડ હેચટે કહ્યું કે, આ ઇઝરાયેલ પર ૯/૧૧ જેવો અથવા તો તેનાથી પણ મોટો હુમલો છે. પ્રવક્તાએ કહ્યું, એક રીતે આ અમારા માટે ૯/૧૧ જેવો કે તેથી વધુ છે. આ કોઈ બિલ્ડિંગને અથડાવાની ઘટના નથી, પરંતુ ગાઝા પટ્ટીના વિનાશની, બાળકોની, તેમના દાદા-દાદીની પણ ક્રૂર હત્યા હૃદયદ્રાવક અને અભૂતપૂર્વ ઘટના છે. તેમણે હમાસને પરિણામ ભોગવવાની ચેતવણી આપી અને કહ્યું, અમે આનો ખૂબ જ ગંભીરતાથી જવાબ આપવા જઈ રહ્યા છીએ. આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. જે રીતે બાળકો પર ક્રૂરતા થાય છે તે ઈસ્લામ વિરુદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *