ભારતીય શેરબજારમાં પણ ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધની ‘ઈફેક્ટ’

સેન્સેક્સ ૪૭૦ પોઈન્ટના કડાક સાથે ઓપન થયો, નિફ્ટી પણ ૧૭૦ પોઈન્ટ ગગડીને ૧૯,૪૮૫ પોઈન્ટથી પણ નીચે આવી.

પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ગાઝાપટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ વચ્ચે શરૂ થયેલી અથડામણ અને યુદ્ધની અસર હવે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. આ યુદ્ધની શરૂઆત બાદ આજે પહેલીવાર ભારતીય શેરબજાર ઓપન થયું હતું અને તેની સાથે જ શરૂઆતમાં કડાકો બોલાઈ ગયો.

સેન્સેક્સ ૪૭૦ પોઈન્ટના કડાક સાથે ઓપન થયો હતો. સવારે ૦૯:૨૦ વાગ્યાની આજુબાજુમાં સેન્સેક્સમાં ૫૦૦ પોઈન્ટનો કડાકો થઈ ગયો હતો અને તે ગગડીને ૬૫,૫૦૦ પોઈન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. જોકે નિફ્ટી પણ ૧૭૦ પોઈન્ટ ગગડીને ૧૯,૪૮૫ પોઈન્ટથી પણ નીચે આવી ગઇ હતી.

પ્રીઓપન સેશનમાં બજારમાં ભારે ઘટાડાના સંકેત મળી રહ્યા હતા. પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સ ૬૦૦ પોઈન્ટ ગગડી ચૂક્યું હતું. જોકે નિફ્ટી પણ ૧ % ના નુકસાનમાં હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *