દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી ૧૨ ઓક્ટોબર સુધી ફ્રાન્સ અને ઇટાલીનો પ્રવાસ કરશે.
દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી ૧૨ ઓક્ટોબર સુધી ફ્રાન્સ અને ઇટાલીનો પ્રવાસ કરશે. બંને દેશોની યાત્રાના પ્રથમ ચરણમાં રક્ષામંત્રી રોમમાં ઇટાલીના રક્ષામંત્રી ગુડીઓ ક્રીસ્ટો સાથે મુલાકાત કરશે. માર્ચ ૨૦૨૩ માં ઇટાલીના પ્રધાનમંત્રીના ભારત મુલાકાત દરમ્યાન ઇટાલી અને ભારત વચ્ચેના સંબંધોને રણનિતિક ભાગીદારી સુધી વધારવામાં આવ્યા હતા.
પ્રવાસના બીજા અને અંતિમ ચરણમાં રાજનાથ સિંહ પેરીસમાં પોતાના સમકક્ષ સેબેસ્ટીયન લેકોર્નું સાથે પાંચમી વાર્ષીક રક્ષા વાર્તામાં ભાગ લેશે. ભારત અને ફ્રાન્સે હમણાં જ રણનિતિક ભાગીદારીના ૨૫ વર્ષ પુર્ણ થવાનો ઉત્સવ ઉજવ્યો હતો. બંને દેશો વચ્ચે મહત્વપુર્ણ ઓદ્યોગીક સહયોગ સહિત સશક્ત અને વ્યાપક દ્રિપક્ષીય રક્ષા સંબંધ છે. રોમ અને પેરીસમાં રક્ષામંત્રી રક્ષા ઉદ્યોગના સીઇઓ અને વરીષ્ઠ પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે.