ચુંટણી પંચ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બંને જુથોના દાવા પર આજે ફરી સુનાવણી કરશે.
ચુંટણી પંચ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બંને જુથોના દાવા પર આજે ફરી સુનાવણી કરશે. બંને જુથોએ પાર્ટીના નામ અને ચુંટણી ચિન્હ પર દાવો કર્યો છે. આ અગાઉ શુક્રવારે ચુંટણી પંચે શરદ પવાર અને અજીત પવારની અરજી પર સુનાવણી કરી હતી. અજીત પવાર જુથે પોતાની સાથે ૪૨ ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઇ જ્યારે અજીત પવાર મહારાષ્ટ્રમાં એનડીએ સરકારમાં સામેલ થયા હતા. ત્યારબાદ અજીત પવારે NCP પર પોતાનો દાવો રજુ કર્યો હતો. અજીત પવારના આ પગલા સામે શરદ પવાર ચુંટણી પંચમાં ગયા હતા. હવે બંને જુથોએ ચુંટણી પંચ સામે પોત પોતાનો પક્ષ રજૂ કરવાનો છે. આ અગાઉ ચુંટણી પંચે શરદ પવાર જુથ સામે શો કોઝ નોટીસ જાહેર કરી હતી. અજીત પવાર જુથ તરફથી દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, અજીત પવારને એનસીપીના અધ્યક્ષ જાહેર કરવામાં આવે અને ૧૯૬૮ ની જોગવાઈ મુજબ ચુંટણી ચિન્હ આપવામાં આવે.