કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે તેલંગાણાના આદિલાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરીને રાજ્યમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. બાદમાંઅમિત શાહ સિકંદરાબાદમાં બૌદ્ધિકો સાથે બેઠક કરશે.
ગઈકાલે સાંજે હૈદરાબાદમાં આ માહિતી આપતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કિશન રેડ્ડીએ દાવો કર્યો હતો કે લોકો રાજ્યમાં સત્તા પરિવર્તન ઈચ્છે છે અને BRS અને કોંગ્રેસ બીજા અને ત્રીજા સ્થાન માટે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે તેલંગાણાના લોકો રાજકીય પરિવર્તન માટે ઉત્સુક છે અને તેમણે નક્કી કર્યું છે કે ભાજપ જ તેમનો એકમાત્ર વિકલ્પ છે. કિશન રેડ્ડીએ કહ્યું કે પક્ષની વિવિધ સમિતિઓ પોતપોતાના અહેવાલો અને પ્રચાર યોજનાઓને અંતિમ રૂપ આપશે. તેમણે કહ્યું કે ઉમેદવારોની યાદી પહેલાથી જ ફાઈનલ થઈ ગઈ છે.