પેલેસ્ટાઈન સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ પીએમ મોદીને કર્યો ફોન

પીએમ મોદી: ભારતના લોકો આ મુશ્કેલ પરિસ્થિતિમાં ઈઝારયેલ સાથે મજબુતી સાથે ઉભો છે, વડાપ્રધાન મોદીએ હમાસે ઈઝરાયેલ પર કરેલા આતંકવાદી હુમલાની કડક ટીકા કરી.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના યુદ્ધ નો આજે ચોથો દિવસ છે, ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ એ આજે મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે, હું ઈઝરાયેલની વર્તમાન સ્થિતિ અંગે અપડેટ આપનાર વડાપ્રધાન નેતન્યાહૂનો ધન્યવાદ કરું છું. ભારતના લોકો આ મુશ્કેલ પરિસ્થિતિમાં ઈઝારયેલ સાથે મજબુતી સાથે ઉભો છે. ભારત આતંકવાદના તમામ રૂપોની કડક ટીકા કરે છે.

આતંકવાદી સંગઠન હમાસે શનિવારે ઈઝરાયેલ પર આડેધડ ગોળીબાર અને મિસાઈલ મારો ચલાવ્યો છે, ત્યારે પીએમ મોદીએ હુમલી નિંદા કરી ઈઝરાયેલ સાથે એકતા દર્શાવી છે. મોદીએ આ ઘટનાને આતંકવાદી હુમલો કહી કડક ટીકા કરી છે. મોદીએ કહ્યું કે, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાનું જાણી દુઃખ થયું. હુમલામાં અસગ્રસ્ત પીડિતો અને તેમના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના અને પ્રાર્થના છે. અમે આ વિકટ પરિસ્થિતિમાં ઈઝરાયેલ સાથે મજબુતી સાથે ઉભા છીએ.

ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને અગાઉ કહ્યું હતું કે,

તેમના દેશને ભારતના મજબુત સમર્થનની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ભારત એક પ્રભાવશાળી દેશ છે અને તે આતંકવાદના પડકારને સમજે છે અને આ સંકટને પણ સારી રીતે જાણે છે. આ સમયે હમાસનો અત્યાચાર અટકાવવા અમને તમામ ક્ષમતા આપવી ખુબ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, અમને ભારત તરફથી ભારે સમર્થન મળ્યું છે. અમને આશા છે કે, વિશ્વના તમામ દેશો સેંકડો ઈઝરાયેલી નાગરિકો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોની નિર્દોષ હત્યા અને અપહરણની નિંદા કરશે. આ અસ્વિકાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *