કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯ અને ૧૧ ની બોર્ડની પરીક્ષા આવતા વર્ષે ૨૦૨૪ માં લેવાનારી છે, ૨૫ ઓક્ટોબર ૨૦૨૩ સુધી રજીસ્ટ્રેશન કરી શકે શકશે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯ અને ૧૧ ની બોર્ડની પરીક્ષા આવતા વર્ષે ૨૦૨૪ માં લેવાનારી છે. જો કે આ વખતે બોર્ડે ઘણા સમય પહેલા તેની પ્રક્રિયા શરુઆત કરી દીધી છે. આ પરીક્ષા માટે શરુઆતની પ્રક્રિયામાં બોર્ડે દ્વારા પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવતું હોય છે. જો કે આ વખતે બોર્ડ દ્વારા ધોરણ ૯ અને ૧૧ બોર્ડની પરીક્ષા માટે ઘણા સમય પહેલા રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા માટે સમયમાં ફેરફાર કર્યો છે. માહિતી પ્રમાણે આગામી ૨૫ ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરી શકશે.
CBSEએ અધિકારિક સુચના પ્રમાણે વિદ્યાર્થીઓ ૨૫ ઓક્ટોબર ૨૦૨૩ સુધી કોઈ પણ વધારાના શુલ્ક વગર રજીસ્ટ્રેશન કરી શકશે. ત્યાર બાદ રજીસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓને વધારાના ચાર્જ સાથે રજીસ્ટ્રેશન કરાવી શકશે. ૨૬ ઓક્ટોબરથી ૨૯ ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓએ વિલંબિત ચાર્જ આપવો પડશે.