તમામ મુસ્લિમ દેશ આ યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે

મુસ્લિમ દેશો ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે ચાલી રહેલાં તણાવપૂર્ણ મુદાઓને લઈને ચર્ચા કરી રહ્યાં છે. જો કે તમામ મુસ્લિમ દેશ આ યુદ્ધ પાછળ ઈઝરાયલને જવાબદાર ઠેરવી રહ્યાં છે.

ઈઝરાયલ અને હમાસની વચ્ચે ચાલી રહેલ યુદ્ધે દુનિયાને ચોંકાવી દીધું છે. મુસ્લિમ દેશોમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે તણાવપૂર્ણ મુદાઓને લઈને ચર્ચા ચાલી રહી છે. તમામ મુસ્લિમ દેશ આ યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. જો કે તમામ મોટાં મુસ્લિમ દેશો આ યુદ્ધ માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવી રહ્યું છે. આ તમામ વચ્ચે સાઉદી અરબ અને કતારે વાતચીત કરીને બંને દેશોનાં બંધકોને રાહત અપાવાની પહેલ કરી છે.

સાઉદી અરબે ગાઝામાં ચર્ચા માટે આજે ઈસ્લામિક સહયોગ સંગઠ OICની મંત્રીસ્તરીય બેઠક બોલાવી હતી. આ સંગઠનમાં કુલ ૫૨ મુસ્લિમ દેશો શામેલ છે. OICએ ઈઝરાયેલી સેના અને ગાઝાની સામે ઈઝરાયલની આક્રમકતાની નિંદા કરી. તેમણે કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય પ્રસ્તાવોને નજરઅંદાજ કરવા પાછળ ઈઝરાયલને જવાબદાર માને છે.

UNએ મંગળવારે કહ્યું કે આ યુદ્ધનાં કારણે ગાઝાનાં ૨.૩ મિલિયન લોકોમાંથી ૧,૮૭,૦૦૦થી વધારે લોકો બેઘર થઈ ગયાં છે. ૨૦૧૪ માં ઈઝરાયલનાં હવાઈ અને જમીની મામલા બાદ આશરે ૪,૦૦,૦૦૦ લોકો બેઘર થયાં છે.

ઈઝરાયલ અને હમાસ સંઘર્ષ વચ્ચે કતારે મહિલા બંધકોને રાહત અપાવવાનાં પ્રયાસો કર્યાં. રિપોર્ટ અનુસાર કતાર અમેરિકા સાથે વાતચીત કરી બંને દેશોની મહિલા કેદીઓની અદલાબદલી ઈચ્છે છે. ઈસ્લામિક દેશ ઈજિપ્તએ UAE અને સાઉદી અરબ સાથે આ મુદે ચર્ચા કરી છે.

ઈઝરાયલી વેબસાઈટ અનુસાર એક રિપોર્ટમાં કહેવાયું છે કે હમાસનાં પ્રવક્તા પણ ઈઝરાયલની જેલમાં બંધ આતંકીઓને મુક્ત કરવા મુદે ચર્ચા કરવા માટે તૈયાર છે. સૂત્રો અનુસાર ઈઝરાયલ- હમાસની વચ્ચે ચાલી રહેલી જંગને લઈને કતાર અમેરિકાની મદદથી એક કરાર કરવા ઈચ્છે છે. આ કરાર અનુસાર ઈઝરાયલી જેલોમાં કેદ પેલેસ્ટાઈન મહિલા કેદીઓનેનાં બદલે હમાસ દ્વારા કિડનેપ કરવામાં આવેલી મહિલાઓને મુક્ત કરવાની વાત કહેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *