પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારા ની ભીડ ને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની જોડી ચલાવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે .

ટ્રેન નંબર ૦૯૦૧૩/૦૯૦૧૪ મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ

 ટ્રેન નંબર ૦૯૦૧૩ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર, ૧૩ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ ૨૧:૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૫:૩૦ કલાકે અમદાવાદ પહોંચશે.  તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૦૧૪ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, ૧૫ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ૦૪:૦૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૨:૧૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

આ ટ્રેન  બંને દિશા માં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે.  આ ટ્રેનમાં એસી ૨ ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

ટ્રેન નંબર ૦૯૦૧૩ અને ૦૯૦૧૪ માટે બુકિંગ ૧૨ ઓક્ટોબર ૨૦૨૩ થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.  ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે.  સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *