રશિયાએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર યુએન સુરક્ષા પરિષદને એક ઠરાવ મોકલ્યો છે, જેમાં માનવતાના ધોરણે યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી છે અને નાગરિકો વિરુદ્ધ હિંસા અને આતંકવાદના કૃત્યોની નિંદા કરવામાં આવી છે. ડ્રાફ્ટ રિઝોલ્યુશનમાં બંધકોની મુક્તિ, માનવતાવાદી સહાયની પહોંચ અને જરૂરિયાત મુજબ નાગરિકોને બહાર કાઢવાનો પણ ઉલ્લેખ છે. શુક્રવારે યુદ્ધ સંબંધિત બેઠક દરમિયાન ૧૫ સભ્યોની કાઉન્સિલને ડ્રાફ્ટ ઠરાવ સબમિટ કરવામાં આવ્યો હતો.
યુ.એસ.માં વહીવટીતંત્રે યહૂદી અને મુસ્લિમ સમુદાયો માટે સુરક્ષા વધારી છે. પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વિરુદ્ધ વિશ્વભરમાં થઈ રહેલા પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. ન્યુયોર્કમાં પણ હજારો લોકોએ પેલેસ્ટાઈનનું સમર્થન કર્યું છે. ઘણા વિરોધીઓએ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમની ઓળખ છુપાવવા માટે માસ્ક પહેરીને પ્રદર્શન કર્યું.
૭ ઓક્ટોબરે ગાઝા પટ્ટીમાંથી હમાસના હુમલામાં ૧,૩૦૦ ઇઝરાયેલી નાગરિકોના મૃત્યુ થયા હતા.