ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ

ક્રિકેટને ૧૨૮ વર્ષ બાદ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું છે. તેનાથી આ રમતમાં ભારતની મેડલ જીતવાની આશા પણ વધી જશે.

મુંબઈમાં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશનના સત્રમાં ક્રિકેટનો સત્તાવાર રીતે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જ આ લગભગ નિશ્ચિત હતું કારણ કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના એક્ઝિક્યુટિવ બોર્ડે શુક્રવારે આયોજક સમિતિના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. મુંબઈમાં આયોજિત IOC સત્રમાં મતદાન થયું, ત્યારબાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.

થોમસ બેચે મતદાન બાદ જણાવ્યું હતું કે IOCના બે સભ્યોએ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું જ્યારે એક ગેરહાજર રહ્યો હતો. આ સિવાય બીજા બધા આ પ્રસ્તાવ માટે સંમત થયા છે. આ પ્રસ્તાવમાં ક્રિકેટ ઉપરાંત સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્ક્વોશ અને લેક્રોસને પણ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યા હતા.

લોસ એન્જલસ ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીએ મહિલા અને પુરુષોની શ્રેણીમાં છ ટીમોની ટુર્નામેન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ યજમાન ટીમ હશે, જોકે ટીમો અને લાયકાત પ્રક્રિયા વિશે અંતિમ નિર્ણયો પછીની તારીખે લેવામાં આવશે. IOC સ્પોર્ટ્સ ડાયરેક્ટર કિટ મેકકોનેલે કહ્યું, ‘દરખાસ્ત ટીમ સ્પોર્ટ્સમાં પ્રતિ ઈવેન્ટમાં છ ટીમો રાખવાનો છે. ટીમોની સંખ્યા અને લાયકાત અંગે હજુ સુધી વિગતવાર ચર્ચા કરવામાં આવી નથી. આનો નિર્ણય ૨૦૨૫ ની આસપાસ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *