ઈઝરાયલી રાજધાની તેલ અવીવમાં હમાસનો મિસાઈલ એટેક

ઈઝરાયલી રાજધાની તેલ અવીવમાં હમાસના મિસાઈલ એટેકની ચપેટમાં આવતાં આવતાં એર ઈન્ડીયાની ફ્લાઈટ રહી અને આ રીતે ૨૨૦ ભારતીયો બચી ગયા હતા.

ઈઝરાયલ -હમાસ વોરની વચ્ચે ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ ચાલું છે. સોમવારે એર ઈન્ડીયાની એક ફ્લાઈટ રાજધાની તેલ અવીવમાં દિલ્હી તરફ ઉડાણ ભરવાની હતી પરંતુ આ ફ્લાઈટ મિસાઈલ એટેકની ચપેટમાં આવતી બચી ગઈ હતી અને ભારતીયો માંડ માંડ બચ્યાં હતા. જે સમયે તેલ અવીવ એરપોર્ટ પર હમાસનો મિસાઈલ હુમલો થયો તે સમયે એર ઈન્ડીયાની ફ્લાઈટ એઆઇ-૧૪૦ માં ૨૨૦ મુસાફરો સવાર હતા અને આ હુમલો ટેકઓફની થોડી મિનિટો પહેલા એરપોર્ટની આસપાસ થયો હતો. જે સમયે મિસાઈલ જોવા મળી તે સમયે વિમાનને એરપોર્ટ પર ઉડાન માટે તૈયાર કરવામાં આવી રહ્યું હતું. મિસાઈલ એટેકની જાણ થતાં અધિકારીઓએ તરત વિમાનને અટકાવી દીધું હતું.

રનવેની તપાસ કર્યા બાદ બધુ સામાન્ય જોવા મળતાં ૩૦ મિનિટ બાદ એર ઈન્ડીયાની ફ્લાઈટને ઉડાણની મંજૂરી આપવામાં આવી હતી.

જરા જેટલું મોડું થયું હોત તો ૨૨૦ ભારતીયોના જીવ ગયા હોત. નામ જાહેર ન કરવાની શરતે એરલાઈનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જો વિમાન એક મિનિટ પહેલા પણ ઉડાન ભરી હોત તો તે અકસ્માતનો ભોગ બની જાત. ડ્રીમલાઇનર 787ને ઉડાન માટે તૈયાર કરવામાં આવી રહ્યું હતું. થોડીવાર પછી તે ઉડાન ભરવાની તૈયારીમાં જ હતી કે મિસાઇલની જાણ કરવામાં આવી. ત્યારબાદ વિમાનને તરત જ રોકી દેવામાં આવ્યું હતું. જો વિમાને થોડા સમય પહેલા જ ઉડાન ભરી હોત તો મિસાઈલ દ્વારા તેના પર પડવાની સંભાવના ઘણી વધી જતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *