નવરાત્રીને લઇ અમદાવાદ ટ્રાફિક પોલીસનો એક્શન પ્લાન

૨૪ ઓક્ટોબર સુધી ટ્રાફિક વ્યવસ્થાને લઇને શહેરમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, બેફામ બાઇક ચલાવતા બાઇકર્સ પર પણ ખાસ તવાઈ બોલવામાં આવશે.

નવરાત્રીને લઇ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. ૨૪ ઓક્ટોબર સુધી ટ્રાફિક વ્યવસ્થાને લઇને શહેરમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બેફામ બાઇક ચલાવતા બાઇકર્સ પર પણ ખાસ તવાઈ બોલવામાં આવશે. અમદાવાદ શહેરમાં ૨,૧૦૦ ટ્રાફિક પોલીસ, TRB, હોમગાર્ડ ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરશે.

રેડિએશન જેકેટ સાથે પોલીસકર્મીઓ સજ્જ રહેશે તેમજ ૧૫૦ બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીને વાહન ચલાવનારાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં પોલીસ ચેકિંગ માટે ૧૧૩ પોઇન્ટ નક્કી કરાયા છે. શહેરના ૧૧૩ પોઇન્ટ પર ૬૦૦ પોલીસકર્મીઓ તૈનાથ રહેશે. જ્યાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યા જોવા મળે છે ત્યાં ટ્રાફિક વાળા પોઈન્ટ પર વધારે ૬૦૦ પોલીસ જવાન તૈનાત કરાયા છે.

ટ્રાફિક DCP નીતા દેસાઇએ જણાવ્યું કે, ટ્રાફિકમાં અમે ૧,૫૦૦ તો સિફ્ટ વાઈઝના જવાનો ૧૨:૦૦ વાગ્યા સુધી રાખ્યા છે, જેમાં અન્ય ૬૦૦ જવાનો અમે એડ કર્યો છે, એમ કુલ ૨,૧૦૦ જવાનોની ફોર્સ તૈયાર કરી છે. ટ્રાફિક પોલીસ, ટીઆરબી, અને હોમગોર્ડ જવાનો આ ફરજ પર રહેશે તેમજ અમારી સીપી ઓફિસ તરફથી પણ સૂચના છે, રેડિએશન જેકેટ અને લાઈટ બટન સાથે સજ્જ રહી એમને ડ્યૂટી કરવાની રહેશે. ઓવર સ્પીડે ચાલતા વાહનોને પકડવા માટે પણ અમારી સ્પેશિયલ ટીમ સ્પીડઘન સાથે કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *